શ્રાવણ મહિનો અને તહેવારો :-
આજથી નાગ પાંચમ થી શ્રાવણ મહિના ના તહેવારો ચાલુ થઇ ગયા। આદિ અનાદિ કાળ થી આપણે ઉજવતા આવ્યા છીએ પણ કદી એની પાછળ નું કારણ જાણવા મળ્યું નથી. મેં ઘણા લોકો પાસે થી જાણવા નો પ્રયત્ન કર્યો પણ સચોટ જવાબ મળ્યો નથી.
મારા માટે આ બધા તહેવારો કૈક ને કૈક કારણો સર અસ્તિત્વ માં આવ્યા હશે એવું મારુ પર્સનલ માનવું છે.
મારા મતે
નાગ પાંચમ કેમ મનાવવા માં આવે છે :-
પહેલા ના સમય માં બધા જાણે છે તેમ કોઈ મનોરંજન ના સાધન નહતા. લોકો આખો દિવસ ખેતર માં કે બીજે કામ કરી થાકી જતા માટે મેળા, ચોક ચર્ચા ,કથા વાર્તા , લોક ડાયરો , ભવાઈ , નાટક અસ્તિત્વ માં આવ્યું હશે ,
નાગ પાંચમ માટે મને લાગે છે કે શ્રાવણ મહિનો એટલે “વરસાદ ” ની જવાની , આ મહિના માં વરસાદ કમનીય રીતે ધરા પર વર્ષે છે. માટે સરીસૃપ જીવો ખાસ કરી ને સાપ , નાગ ના દર માં પાણી ભરાઈ જતું હોવા થી તે જમીન પર કે ખેતરો માં અને રહેવાસ ના વિસ્તારો માં આવી જાય છે.
પહેલા ના સમય માં મંદિરો ખાસ કરી ને ગામ ના નદી ની નજીક બનાવતા હતા માટે મંદિરો ની આસપાસ નાગ , સાપ ની અવર જવર ખાસ નજરે ચઢતી. માટે કોઈ દૈવી ચમત્કાર સમજી ને ગામ ના લોકો એ તેમને મંદિર માં ચઢાવતો પ્રસાદ જેમ કે કુલેર , દૂધ , ફૂલ ચઢાવવા નું ચાલુ કર્યું।.
બીજું કારણ એવું કહી શકાય કે પહેલા ના લોકો જેરી સાપ અને નાગ થી બહુ ડરતા હશે માટે અનાયાસે નુકશાન નહિ કરનાર સાપ કે નાગ નું પણ લોકો ભેગા મળી મારી નાખતા હશે માટે જીવ કલ્યાણ માટે કદાચ એ સમય ના પૂજારી કે મહન્તો એ લોકો ને સમજાવવા એમને “પૂજા વિધિ ” કરી પૂજનીય બનાવી દીધા હશે , અને સમય જતા એક રિવાજ બની ગયો જે વર્ષો થી ચાલતો આવે છે.
ઉપર નો મત મારો પોતા નો છે અને હું નાસ્તિક નથી પણ વર્ષો થી ચાલતા “રિવાજો ” પાછળ નું કારણ સમજવું પણ એટલું જ જરૂરી છે.
બીજું કોઈ તારણ તમારા ધ્યાન માં હોય તો ચોક્કસ જાણવાજૉ।
જોગેશ પટેલ ” અથાગ “