સામાન્ય જન માનસ માં ગૌરી વ્રત ભવિષ્ય માં સારા પતિ અને પરિવાર મળે એની ઈચ્છા રાખવા માટે કરાય છે. જે આદિ અનાદિ કાળ થી સમાજ સાથે જોડાયેલી છે . તો આજ ના સમય અને એની પાછળ ભૂતકાળ માં જોડાયેલી પ્રથા સમજીયે
આ વ્રત નાની બાળકીઓ કરતી હોય છે, જેમાં બાળકીઓ ને પૂજા અર્ચના કરાવડાવે છે , પાંચ દિવસ સંયમ રાખીને પોતે લીધેલું વ્રત ક્યારેય તૂટવું ના જોઈએ તે શીખવે છે.
આ વ્રત દીકરીઓમાં એક સ્ત્રી તરીકે જન્મ્યા હોવાના શુભ એહસાસ ની સાથે સાથે એમનામાં તપ , સંયમ , શણગાર , ભક્તિ અને સમર્પણ ની ભાવના જગાવે છે ,પાંચ દિવસના વ્રત માં તેમનામાં આપોઆપ સઁસ્કાર સિંચન થઇ જાય છે.
આ વ્રત સમાજમાં દરેક વર્ગના લોકો કરતા હોવાથી એક ભાવનાત્મક જોડાણ ઉભું કરે છે
ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્ર માં માટીમાં જવારા નાખીને તેને ઉગાડીને પૂજવાની પ્રથા છે, જે કુદરત ને, અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે , તેમજ ચોમાસાની ઋતુ માં જવારા માંથી ઉગતા ગોરો નાની બાળાઓ માં કૌતક પણ સર્જે છે તે બીજ માંથી વૃક્ષ બનવાની પ્રક્રિયાનો અનુભવ જાતે નિહાળે છે અને પોતાના માં રહેલી સ્ત્રી શક્તિ નો પહેલો અનુભવ નો અહેસાસ થાય છે.
પરંતુ આજે આ બધું ખોવાતું જાય છે. ઘરે માટીના કુંડા કે વાસણ માં વાવવા માં આવતા “જવારા ” redymade લારીઓ પર વેંચતા થઇ ગયા છે. ઈડલી કે ઢોંસા ના ઇન્સ્ટન્ટ મિક્સ ની જેમ લાવતા જવારા માં કુદરતી વિજ્ઞાન અને દીકરી ની સમજ શક્તિ પર breck લાગી ગઈ.
પહેલા થતા જાગરણ માં પવિત્ર કથાઓ ,રામાયણ અને મહાભારત ના પાત્રો,સારા પુસ્તકો અને હળીમળી સામાજિક રમતો થકી આધ્યત્મિક ગુણો,સામાજિક એકતા ,અને મહાન પુરુષો ની જીવન ચરિત્રો નું જ્ઞાન મળતું જે આજકાલ movie કે cartoon chanel જોઈ અથવા ગાડી માં બહાર જઈ ઇન્સ્ટન્ટફરાળી નાસ્તો કરી ને જાગરણ ને ઉજાગરા નું સ્વરૂપ આપી દીધું
ઉપવાસ , જાગરણ વૈજ્ઞાનિક અભિગમ મુજબ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને પેટની હોજરી ને આરામ મળે છે, જાગરણ એટલા માટે કરી શકાય કે વિકટ પરિસ્થિતિમાં કે કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેમની સંભાળ રાખવા માટે જાગવુ પડે ત્યારે ઊંઘ ઉપર કન્ટ્રોલ કરી શકાય છે.
સામાજિક વ્યવસ્થા બદલાઈ છે તો તેમાં પણ પરિવર્તન લાવી વ્રત ની સાથે શિક્ષણ ને મહત્વ આપીએ , એકલું વ્રત કરી બધું નસીબ અને ભગવાન પર છોડી દે એ દીકરીઓ અત્યાચાર , શોષણ સહન કરે અને એ ક્યારે બહાદુર ફુલનદેવી , રણના મેદાન માં લલકારનારી રાણી લક્ષ્મી બાઈ ,વાયુસેના માં જોડાયેલ દીકરીઓકે કલ્પના ચાવલા જેવી અંતરિક્ષ માં જઈ શકે કે પછી ઓલમ્પિક માં મેડલ લાવનાર દીકરીઓ ક્યારે ના બની શકે….
આવા વ્રત કરવાથી અને સાથે સમજ પૂર્વક અભ્યાસ કરવાથી સારો પતિ મેળવીને તમે મામલતદાર, કલેક્ટર, ટીચર, નર્સ , પી.આઈ, કોન્સ્ટેબલ , વિજ્ઞાનિક, પાયલોટ, બની શકશો અને તમે સ્વતંત્ર રીતે તમારો જીવનસાથી પસંદ કરી શકશો અને તમારુ ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે .
જ્યારે તમારી દીકરીને કોઈ છોકરો જોવા આવશે ત્યારે એવુ નહી પૂછે કે તમારી દીકરીએ કેટલા વ્રત કર્યા છે..? પણ એ જરૂર પૂછશે કે તમારી દીકરી કેટલુ ભણેલી છે….?શિક્ષણ અને આવડત પ્રમાણે training આપીબાળકીઓને પ્રોત્સાહન આપો કેમ કે જે સ્ત્રીઓમાં સમજણ છે તે જ સ્ત્રીઓ સુખી છે બાકી વર્ષો સુધી વ્રતો કરનારી અને પરિવર્તન ન
હિ સ્વીકાર નારી સ્ત્રીઓ આજે પણ #દુઃખી છે….