“અંતિમ યાત્રા”નો અંત પણ નજીક છે?

આજકાલ સ્મશાનમાં માંડ પચીસ-ત્રીસ લોકો આવે છે, અને એમાં અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે એમ નથી હોતા એટલે જે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે..

શબવાહિનીને છેક બંગલાના કે ફ્લેટના ઝાંપા સુધી લાવવી પડે છે .

બહુ જ તકલીફ છે આ બધી, લૌકિક વ્યહવાર બંધ થયા અને હવે તો સ્મશાન જવામાં પણ લોકોને આળસ ચડે છે..

પહેલા લોકો નનામી ઊંચકી ને છેક સ્મશાને જતા અને “રામ બોલો ભાઈ રામ ” બોલતા જતા પણ હવેબસ સીધું એક્ટિવા કે ગાડી લઈ સીધા સ્મશાને જઈ આવવાનું ને પાંચ દસ મિનિટ બેસી સીધું નોકરી ધંધે જવાનું !”

જયારે ફોન કરે છે કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે મધર ગુજરી ગયા છે અને સવારે આઠ વાગ્યે કાઢી જવાના છે ત્યારે ફોન ઉપાડનારો પૂછે છે, “બેસણું ક્યારનું રાખ્યું છે” ?

સાથે રાત જાગવાવાળા અડોશ પડોશમાંથી ચા-પાણી અને નાસ્તો જમવાની વ્યવસ્થા કશુ જ નથી દેખાતુ..સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય તો પોણા આઠ વાગ્યે થોડાઘણા લોકો ભેગા થાય છે,અને જેવા શબવાહિનીમાં મૃતદેહને મૂકે અને સ્વજન હાથ જોડે એટલે અડધી પબ્લિક ગાયબ, અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂક્યા પછી બીજી અડધી અને છેલ્લે અસ્થિ લેતી વખતે તો માંડ પાંચ સાત જણા ઉભા હોય છે..!

સ્મશાનેથી ઘેર આવી અને કોગળા કરી મોઢું ધોઈ ને પછી ઘરમાં જુવો તો પાંચ સાત જણા માંડ બચ્યા હોય..

કોણ જમાડે એમને? કોણ આખી રાતના ઉજાગરાવાળાને અને સ્વજનને ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે ?

બધું જ સરખું રૂટીન માં આવે પછી જ સ્વજનો ઘર છોડતા !

આ બધું જ ઓછું થતું જાય છે..

આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં હવે નામશેષઃ થતી જાય છે, “કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવવી” એવી ભાવના..!

ગામમાં કોઈ ગુજરી જાય તો આખું બજાર બંધ થતું અને આભડવા જતા..ઘરથી ગામ બહાર આવેલા સ્મશાન સુધી નનામી જતી,બધું એક સામાજિક જવાબદારી અને ભાવનાથી થઇ જતુ..

આજે વીસ વીસ વર્ષના સબંધો હોય, ભલે ને ધંધાકીય સબંધ હોય તો પણ જનતાને આભડવા જવું તો દૂર રહ્યું બેસણામાં જતા જોર આવે છે.

હા, બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય કેમકે ત્યાં હાજરી ગણાવાની છે અને સ્ટેટસ વધવાનું છે..!
આજે મૃત્યુ અને એના પછીની વિધિ, એમાં કોણ આવશે, કેટલા હાજર રહેશે એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે.. બહુ ઓછી જગ્યાએ મૃતકના મોઢાએ જનતા આવે છે.jj

મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે,પણ ઘણા બધા માટે, ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હૂંફ લાગણી સાથે જોડાયેલો મામલો છે..!

અને, માણસને માણસની હૂંફની જરૂર હોય છે, મને ઘણા અનુભવ છે,વર્ષો ના વર્ષો મળ્યા ના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મુકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે..ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે ફક્ત બે પાંચ મિનીટની આંખોથી થતી વાત, અરે! ખાલી આપણી હાજરી કલેજાને ઠંડક આપે અને એ દુઃખની ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે.j

ફેસબુક અને વોટ્સ એપની તો વાત નથી કરતો, એ તો હવે સર્વવિદિત હકીકત છે કે જેટલા RIP કે OM SHANTI ના સંદેશા ફેસબુક અને વોટ્સ એપ પર આવે છે એટલા લોકો બેસણામાં નથી આવતા..!અને આવ્યા વારા પણ ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રુપ ની ચર્ચા કે આને આમ કીધું તેમ કીધું આને આમ ન કરવું જોઈએ એજ ચાલતું હોય.

સોશિયલ મીડિયાના આવ્યા પછીનો સૌથી મોટો અને વરવો બદલાવ છે આપણા સમાજનો..!

એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર તો ખરી યુવાનોએ પણ, કે ખાલી RIP લખી નાખું એ બરાબર છે ? રૂબરૂ નહીં જવું જોઈએ ?

પચાસ ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે છે, સામાજિક મર્યાદા એમણે નથી લાંઘી પણ એનાથી નાની ઉમરના છોકરાઓનું શું?

નવી જનરેશનને સ્મશાન દેખાડવાની જરૂર છે, સાથે લઈને જવું જોઈએ. “ભણતર”, “ક્લાસ” કે “હવે હું તો આવ્યો છું પછી એની ક્યા જરૂર છે..?

આ બધા બહાના ખોટા છે…

જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે એ દિવસ પછી સમાજને તૂટતો કોઈ નહીં બચાવી શકે.. લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા હવે નનામી ઊંચકવા પણ ભાડે માણસો લાવશો..jj?

તમે પણ વિચારજો ૧૮ વર્ષથી મોટા દીકરા દીકરીને લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..?

નથી લઇ જઈને ભૂલ તો નથી કરતાને!!

જરા શાંતિ થી એક વાર વિચારજો કદાચ સમાજ બદલાઈ જાય !!

” th!nk d!ferant

હું જે કરું છું એ મને શોભે છે?

  એક પરિવાર છે. આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે. આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું. તેણે સરસ વાત કરી. એ વડીલે કહ્યું કે, અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે.એક, નાના હોય તેને પ્રેમ કરવો. બે, મોટા હોય તેનો આદર કરવો. ઘરની દરેક વ્યકિત આ વાત સારી રીતે સમજે છે અને એ રીતે જ વર્તન કરે છે.  આ બે નિયમથી બધા લોકોની અપેક્ષાસંતોષાઈ જાય છે. એ વડીલે કહ્યું કે ઘર હોય કે કામ, જો દરેક વ્યકિતનો રોલ ડિફાઇન હોય તો પછી વાંધો ન આવે. મારે શું કરવાનું છે?મારી કેટલી જવાબદારી છે? એટલું જો માણસ સમજી જાય  તો તેને વધુ મુશ્કેલી પડતી નથી. તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસબીજાના કામમાં ચંચુપાત કરે છે.  આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ. ઐણે આ ખોટું કર્યું. આવું કરીને એણે યોગ્ય નથી કર્યું. બહુ ઓછા લોકો પોતાના કામ ઉપર નજર રાખે છે. મેં કર્યું એ બરોબર છે? આ જવાબો જો માણસ મેળવી શકે તો ઘણા બધા સવાલો હલ થઈ જાય. આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને  આપણી જાતને રેઢી મૂકીદઈએ છીએ. કોઈ કામ નાનું નથી. કોઈ કામ મોટું નથી. સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે. દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે.  એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે. બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને  જોડી રાખવાનું છે.આપણે એ બોલ્ટની એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ? તમારી ઓફિસમાં કે દુકાનમાં  જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છેએ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે? ઘર હોય, નોકરી-ધંધો હોય કે સમાજ હોય, બે વાત યાદ રાખવી જોઈએ.એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો. સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે.  અમદાવાદના  ભાઈ પોતાના જીવનની એક વાત સરસ રીતે લખીને ઇ-મેલથી મોકલી છે. આજથી ૧૪ વર્ષ પહેલા ની વાત છે. ભાઈનો પુત્ર  બીમાર પડયો. ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે. બીમારીના કારણે રાજિતની… Read more “હું જે કરું છું એ મને શોભે છે?”

જિંદગી અને તમે

તારીખ : આજની જ પ્રતિ, તમોને જ  વિષય : જિંદગી અને તમે  ભાઈશ્રી / બહેનશ્રી, હું ભગવાન –  આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :     [1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !     [2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.     [3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.     [4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.     [5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.     [6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.     [7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.     [8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !     [9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.  અને છેલ્લે….  હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો. … Read more “જિંદગી અને તમે”

નવરાત્રી અને માતાજીની આરાધના

નવરાત્રી અને માતાજીની આરાધના . સાંખ્ય પ્રમાણે પુરૂષ અને પ્રકૃતિ થી જગતની ઉત્પતી થઈ છે, સમગ્ર પ્રાણી સમુદાયની ઉત્પતી પ્રકૃત્તિ(જડ)+પુરૂષ (ચેતન-આત્મા)ના સંયોગથી થઈ છે. કૃષ્ણ ગીતામાં કહે… Read more “નવરાત્રી અને માતાજીની આરાધના”

લગ્ન એટલે ???

‘લગ્ન’ એ માત્ર એક શબ્દ નથી પણ આખું વાક્ય છે.લગ્ન વખતે માત્ર બે શરીરો નથી પરણતાં, પણ બે પરિવારો, બે વ્યક્તિના વિચારો, રિવાજો, માન્યતાઓ, એકબીજા પ્રત્યેની આશાઓ,… Read more “લગ્ન એટલે ???”

કેટલાક શુકન-અપશુકન

કેટલાક શુકન-અપશુકન જે આપણા સમાજમાં ભ્રાંત (ખોટી) રીતે સ્થિર થઇ ગયા છે તેની સાચી સમજણ : ========================================= ૧. શનિવારે માથામાં તેલ ન નખાય. ===================== અંગ્રેજોના શાસનકાળ દરમિયાન… Read more “કેટલાક શુકન-અપશુકન”

~પત્ની હોવાના ફાયદા~

પત્નીના ગેરફાયદાઓનું લાંબું લિસ્ટ કદાચ કુંવારાઓ પાસે હશે, પરંતુ પત્ની હોવાના ફાયદાનું એનાથી પણ મોટું લિસ્ટ મારી પાસે છે… પળેપળ તમારી ચિંતા કરતી પત્ની, તમારા વાળમાં મીઠો… Read more “~પત્ની હોવાના ફાયદા~”